IDARSABARKANTHA

પૈસા વ્યાજે આપી ઉઘરાણી ટાણે ચક્રવર્તી વ્યાજ વશુલ કરતા અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજ ખોરો સામે સાબરકાંઠા પોલીસે ની લાલ આંખ

સાબરકાંઠા…

પૈસા વ્યાજે આપી ઉઘરાણી ટાણે ચક્રવર્તી વ્યાજ વશુલ કરતા અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજ ખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા ધિરનાર અને ગેરકાયદેસર વ્યાજનું પઠાણી ઉઘરાણી કરનારની હવે ખેર નથી…

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પોલીસ તંત્ર હવે હરકત માં આવ્યુ છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોનાં ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે પૈસાનું ધિરાણ કરી ડબલ વ્યાજની વસુલાત કરનાર સામે કાયદાકીય કાર્યવાહીની સૂચના લને લઇ સમગ્ર જીલ્લામા હડકંપ મચ્યો છે. ત્યારે જીલ્લા મા ગેરકાયદેસર રીતે લોકોને ધિરાણ આપી ૧૦ થી ૨૦ ટકા જેટલુ વ્યાજ ની વસુલાત કરનાર વ્યાજ ખોરોની હવે ખેર નથી. ત્યારે પોલીસવડા ની અધ્યક્ષતા માં પઠાણી ઉઘરાણી કરનાર અને ગેરકાયદેસર રીતે ૧૦ થી ૨૦ ટકા જેટલું વ્યાજ હળપનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા હવે લોક દરબારનું આયોજન કરવામા આવ્યું છે. જેમા ગેરકાયદેસર રીતે વ્યાજ અને પૈસા ધિરનાર સામે પોલીસ ને બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે કાયદા કાનૂન નેવે મૂકી પૈસા ધીરનાર અને પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજ ખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આવા કેટલાય નાના મોટા ગેરકાયદેસર રીતે ચાલતા વ્યાજ માં ધોરખ ધંધા પર લગામ લાગે તે અત્યંત જરૂરી છે…

 

રિપોર્ટર:-જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!