IDARSABARKANTHA

સાબરકાંઠામાં બાવે મેડિકલ વેસ્ટ સળગાવવા મામલે આરોગ વિભાગ બાદમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ હરકતમાં આવ્યું

સાબરકાંઠામાં બાવે મેડિકલ વેસ્ટ સળગાવવા મામલે આરોગ વિભાગ બાદમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ હરકતમાં આવ્યું છે…

સાબરકાંઠાના ઈડરના બાલાજી કોમ્પલેક્ષ દિવસ રાત લોકોથી ભરચક રહેતો હોય છે તેમજ હજારો લોકો પોતાના ધંધા રોજગાર અર્થે આ કોમ્પ્લેક્સ માં દિવસ રાત અવર જવર પણ કરતા હોય છે તો બીજી તરફ બાલાજી કોમ્પલેક્ષના પાછળના ભાગમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવવાનો તેમજ ખુલ્લી જગ્યામાં નાખવાનો બનાવ સામે આવતા આસપાસના જે વેપારીઓ છે તેમ જ લોકો હજી આવતા હોય છે તે લોકોના સુવાસ્ત સાથે ચેડા થતાં નજરે પડી રહ્યા છે.. જાહેરમાં મેડિકલ વેસ્ટ જેમાં દર્દીઓને ઉપયોગમાં લેવાતી બોટલો, ઇન્જેક્શન, સિરીઝો, ડ્રિપ જેવો મેડીકલ વેસ્ટ જાહેરમાં સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ મેડીકલ વેસ્ટ સદ નસીબે અર્ધ સળગેલી હાલતમાં છુટી જતાં જેતે હોસ્પિટલની બેદરકારીની સાચી હક્કીત પ્રકાશમાં આવી છે.. એક તરફ મેડિકલ યોગ્ય સ્થળે નાશ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે તો બીજી તરફ હોસ્પિટલો તે મંજૂરી મેળવવાનું છોડી દે સર તંત્રને ખુલ્લી ચેલેન્જ કરી જાહેરમાં આવી રીતે મેડિકલ વેસ્ટ નાખી દેતા હોય છે અને બાજુમાં તેને સળગાવીને નાશ કરવાનો પ્રયાસ કરતા હોય છે…

ઇડરના બાલાજી કોમ્પલેક્ષમાં પાછળના ભાગે જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવવાનો બનાવ બન્યો છે તેને કારણે આરોગ્ય વિભાગ તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડ દોડતું થયું છે અને મેડિકલ વેસ્ટ ને જાહેરમાં ફેંકી દેનાર તેમજ તેને નાશ કરવા માટે સળગાવનાર જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.. તો બીજી તરફ બાલાજી કોમ્પલેક્ષમાં ધંધો વેપાર કરતા વેપારીઓ પણ આરોગ્ય વિભાગ તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડ સામે મેડિકલ વેસ્ટ જાહેરમાં લાખનાર તેમજ સદભાવનાર ની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જવાબદાર વ્યક્તિ સામે વાત કરવામાં આવશે કે પછી તેને પણ છાવરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!