PATAN CITY / TALUKOSIDHPUR

સિદ્ધપુરમા હરિ શંકર આરા વિસ્તારમાં આવેલ મહાદેવની મઢી માં પરવાનગી વીના વૃક્ષોનું નિકંદન કરાયુ

સિદ્ધપુરમા માયાનગર વિસ્તારમાં આવેલ મહાદેવની મઢી માં પરવાનગી વીના વૃક્ષોનું નિકંદન કરાયુ.

 

પ્રકૃતિપૂજક આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ કરી પી.આઇ ને લેખિત રજુઆત કરી

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા વૃક્ષો વાવો , વૃક્ષો નુ જતન કરો ની નેમ થકી ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સિદ્ધપુર શહેરમા માયાનગર વિસ્તાર મા આવેલ મહાદેવ ની મઢી નામના સ્થળે ગુરૂવારે વર્ષો જુનુ આંબલી નુ ઘટાદાર વૃક્ષ , આંબા નુ ઝાડ , જાંબુ નુ ઝાડ સહીત અનેક વૃક્ષો નુ કોઇપણ પ્રકારની પરવાનગી વગર જ આ સ્થળ ને બથાવી બેઠેલા અશોકભાઈ કરસનભાઈ પરમારે નિકંદન કરાવી ને બરોબર વહેંચી દેવામા આવતા પ્રકૃતિ પૂજક સમસ્ત આદિવાસી સમાજ ની લાગણી ને દુખ પહોંચતા ઉગ્ર આક્રોશ સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પી.આઇ જે.બી આચાર્ય ને લેખિત રજુઆત કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

 

વધુમાં આ સ્થળે મહાદેવનું ધાર્મિક અને પવિત્ર મંદિર આવેલ હોવાથી આ સ્થળે સ્થાનિક મહિલાઓ શ્રાવણ માસના દિવસે તેમજ અન્ય દિવસોમાં મહાદેવના મંદિરે આવીને પૂજા અર્ચના કરી દૂધ,ફુલહાર ,બીલીપત્ર ચઢાવવા માટે આવતી જતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થળ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સ્થળને પોતાનો અડ્ડો બનાવી ગેર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી આ સ્થળ ઉપર સ્થાનિક મહિલાઓ મહાદેવના મંદિરે જઈ શકતી ન હતી.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!