RAJKOTUPLETA

ઉપલેટા સીટી ની આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયા ઉજવણી કરાઈ.

આવો સૌ સાથે મળી ને સુપોષિત ગુજરાત નિર્માણ કરીએ સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી.

૨૮ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લાના ઉપલેટા સીટી ની આંગણવાડી કેન્દ્રો માં સંકલિત બાળવિકાસ યોજનાની કચેરી દ્વારા તા. ૨૦ માર્ચ થી ૩ એપ્રિલ સુધી’ પોષણ પખવાડિયા ‘ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિથી ઉજવણી કરવામાં આવી રહી છે

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સી.ડી.પી.ઓ. સોનલ બેન વાળા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર બેનો સંકલન થી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી માં મંગળદિવસ,મમતા દિવસ, સગર્ભા અને ધાત્રી માતા સાથે મિટિંગ ,કિશોરી મીટીંગ તેમજ મિલેટ્સ પ્રશ્નોતરી યોજવામાં આવી હતી. તેમજ મીલેટ્સ માંથી બનાવેલ બાજરીમાંથી ખીર , રાબ જેવી વાનગીઓ તૈયાર કરી અન્નપ્રાશન દિવસ , બાલ દિવસ અને આંગણવાડી કેન્દ્રોમાં કિચન ગાર્ડનમાં મીલેટ્સ ના છોડ વાવવામાં આવ્યા હતા તે દરમિયાન ગ્રામ્ય વિસ્તારના અને ગામના અગ્રણી પણ હાજર રહ્યા હતા બ્લોક કો‌ ઓર્ડીનેટર એન એન એમ રાજદીપ ભાઈ ગજેરા અને પા પા પગલી ના સાવન ભાઈ મહીડા એ યાદી મા જણાવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!