NAVSARIVANSADA

50 હજારની લોનની લાલચમાં 10 હજાર ગુમાવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનના નામ સાથે જોડાયેલી લોન યોજનાના નામે ‘ઓનલાઈન’ છેતરપિંડીમાં ભેરવાતા વાંસદા તાલુકાના ખંભાલિયા ગામના યુવકે 50 હજારની લોનની લાલચમાં 10 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.વાસદા તાલુકાના ખંભાલિયા ગામના શ્રમિક યુવકને ધંધા માટે લોનની જરૂર હોવાથી ગુગલ ઉપર ‘મુદ્રા લોન એપ્લાય’ વેબસાઈટ સર્ચ કરી તેમાં લોનની એક વેબસાઈટ ઉપર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. બેન્કના અધિકારી તરીકે ઓળખ આપીને બે ઈસમોએ ‘લોનની રિક્વાયરમેન્ટ મળી છે’ તેમ કહી વાતચીત કરી પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટની વિગતો મેળવી હતી. યુવક દ્વારા તે ફોર્મ ભરી તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને 50 હજારની લોનની જરૂરિયાત હોવાની વિગતો ભરી હતી. બાદમાં તેના મોબાઇલ પર એક લેટર અંગ્રેજીમાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેડિંગ લખ્યું હતું અને 50 હજારની લોન મંજૂર થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ ઠગબાજો દ્વારા તેમના પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના કર્મચારી તરીકેના ઓળખકાર્ડ પણ મોકલ્યા હતા તેમજ ઇએમઆઇની વિગતો પણ મોકલી હતી. ઠગવાજો દ્વારા યુવકને વીડિયો મોકલાયો હતો. આ વીડિયોમાં બતાવાયું કે રૂપિયા ટ્રાન્સફર કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ પ્રોસેસિંગ ફી ભરવાની બાકી છે એટલે ટ્રાન્સફર થતા નથી. યુવકને વિશ્વાસમાં લઈ અલગ અલગ ફીના નામે ટૂકડે ટૂકડે 10 હજાર રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. જોકે ત્યારબાદ આ લોનના રૂપિયા યુવકને નહીં મળતાં છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આવા અનેક લોકો આ કાવતરામાં ભેરવાયા હોવાનું જાણવા મળ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!