ANANDANAND CITY / TALUKO

આણંદ સમાજના અનાથ બનેલા બાળકને મળી જન્મ દિવસની નવતર ભેટ*

આણંદ સમાજના અનાથ બનેલા બાળકને મળી જન્મ દિવસની નવતર ભેટ*

તાહિર મેમણ : આણંદ – 23/12/2023- પિતા અવસાન પામતા અને માતાએ પુન: લગ્ન કરી લેતા અનાથ બનેલા બાળકના ઉછેરની જવાબદારી સંભાળતા દાદા-દાદીને હવે મળશે પાલક માતા-પિતા યોજનાનો લાભ

લોકો દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ જ્યારે લોકોની સુખાકારી માટે કાર્ય કરે છે ત્યારે લોકશાહીના અનેરા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. આવા જન પ્રતિનિધિઓની બનેલી સંવેદનશીલ સરકાર દ્વારા લોકસુખાકારી માટે અમલી બનાવવામાં આવેલ યોજનાઓ જ્યારે સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે ત્યારે તેના સુંદર પરિણામ જોવા મળે છે. આવું જ એક પરિણામલક્ષી કાર્ય તાજેતરમાં આણંદ જિલ્લાના બેડવા ગામે યોજાયેલા ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમના માધ્યમથી થયું છે.

 

બેડવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા આંકલાવડી ગામના વૃધ્ધ વાદી દંપતિની મુશ્કેલીનું સ્થળ ઉપરથી જ તાત્કાલિક નિરાકરણ કરવાની સાથે લાભાર્થી બાળકનો સેવા સેતુ કાર્યક્રમના દિવસે જ જન્મ દિવસ હોય તેને જન્મ દિવસની નવતર ભેટ સ્વરૂપે સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો હતો. જેણે સરકારની સાથે જિલ્લા પ્રશાસનમાં રહેલા કર્મયોગીઓની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા.

 

આણંદ તાલુકાના આંકલાવડી ગામના વૃધ્ધ વાદી દંપતિ તેમના ૩ વર્ષના પૌત્ર લલીત સાથે ઉપસ્થિત રહીને તેમના પૌત્રના પાલન – પોષણ માટે સહાય માટેની માંગણી કરી હતી. જોગાનુજોગ આજે તેમના આ પૌત્ર લલીતનો જન્મ દિવસ પણ હતો.

 

ઉલ્લેખનીય છે કે, પાલક માતા-પિતા યોજનામાં પાલક માતા-પિતાને રાજ્ય સરકાર તરફથી બાળકની ૧૮ વર્ષની ઉમર થાય ત્યા સુધી પ્રતિમાસ રૂપિયા ૩,૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!