ANANDANAND CITY / TALUKO

મોગર હાઈવે તથા બેડવા હાઈવેથી વડોદ તરફ જવાના રસ્તા પર આવેલ ફાટક નં.૨૫૫ ને બંધ કરાશે

*મોગર હાઈવે તથા બેડવા હાઈવેથી વડોદ તરફ જવાના રસ્તા પર આવેલ ફાટક નં.૨૫૫ ને બંધ કરાશે

 

 

પાકો રસ્તો બનાવીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાશે*

 

તાહિર મેમણ આણંદ 15/12/2023- શુક્રવાર : ફાટક નં.૨૫૫ થી હાઈવે મોગર તથા હાઈવે બેડવા તરફથી વડોદ ગામ તરફ જવાનો રોડ પસાર થાય છે. આ ફાટક પર આર.ઓ.બી બનાવવા અર્થે ફાટક બંધ કરવું જરૂરી છે. આ રેલવે ફાટકના વૈકલ્પિક રસ્તા તરીકે રેલવે ફાટક નં.૨૫૫ ની ઉત્તરે આવેલ ફાટક નં.૨૫૬ (ગોપાલપુરા) થઈને વડોદ ગામ તરફ જઈ શકાય છે, જે અંતર આશરે ૨ કિ.મી. જેટલું છે. તેમજ રેલવે ક્રોસીંગ નં.૨૫૫ ની દક્ષિણ તરફે આવેલ રેલવે ક્રોસીંગ નં. ૨૫૪ અન્ડર પાસ કાર્યરત હોવાથી સદર રસ્તે હાઈવે મોગર તરફથી આવતા વાહનો-લોકો અવરજવર કરી શકે તેમ છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીએ ફાટક નં.૨૫૫ ને બંધ કરતા પહેલા વડોદ તરફ જતા લોકો/ખેડૂતોના અવર જવર માટે ફાટક નં.૨૫૫ ના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકો રસ્તો બનાવી આપવાની શરતને આધીન શરતી “ના-વાંધા પ્રમાણપત્ર” આપેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!