JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં ક્યારેય શાળાએ ન ગયેલા અથવા અધ વચ્ચેથી શાળા છોડી દીધેલ ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોને શોધવાનું સર્વે હાથ ધરવામાં આવશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની જોગવાઈ મુજબ છ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે બાળકો કદી શાળાએ ગયા નથી કે વચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા બાળકોનું નજીકની શાળામાં વયકક્ષા મુજબ ક્ષમતા સિદ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનિંગ મેળવવાનો અધિકાર છે.
આ અંતર્ગત જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શાળા બહારના બાળકોને શોધીને શાળામાં વર્ષ ૨૦૨૪૨૫ માં દાખલ કરાવવા માટેની આ ખાસ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૯ વર્ષના કદી શાળાએ ના ગયેલા હોય અથવા તો અધ વચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ બાળકોને શોધવા માટેનું સર્વે પ્રોગ્રામ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન હાથ ધરવામાં આવશે.
આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળમિત્રો, સ્વૈચ્છિક સંગઠનો, કોલેજો, એનએસએસ, એનસીસી અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે. જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારમાં ખાસ કરીને અર્બન,સ્લમ,પછાત એરિયામાં ફોકસ કરવામાં આવશે. તેમજ રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો,કનસ્ટ્રકશન સાઈટ, કોઈ પણ પ્રકારની મજૂરી માટે આવેલ પરિવારો વસતા હોય તેમના બાળકો, સિનેમાઘરોની આસપાસના વિસ્તારોમાં ધરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલના અંતરિયાળ નેસ વિસ્તાર,અગરિયા વિસ્તાર વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે.
આ બાબતે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપની આસપાસ ઉપરોકત વિસ્તારો પૈકીના કોઈપણ વિસ્તારોમાં ૬ થી ૧૯ વર્ષની વય જૂથના શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ શાળા બહારના બાળકો કે જેવો કોઈ પણ કારણોસર શાળાએ જઈ શકેલ નથી તે બાબતની આપણને જાણ થાય તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા તો તાલુકાના બીઆરસી ભવનમાં સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!