HIMATNAGARIDARSABARKANTHA

Himatnagar : હિંમતનગર તાલુકામાં ફટાકડાના હંગામી પરવાનો મેળવવા જોગ

હિંમતનગર તાલુકામાં ફટાકડાના હંગામી પરવાનો મેળવવા જોગ

***************

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આગામી દિપાવલીના તહેવાર અનુસંધાને ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ફટાકડા બજાર ભરવા માટે હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકો, ઇસમોએ તાલુકામાં આવેલ મામલતદારશ્રી હિંમતનગરની કચેરી ખાતે સંચાલીત જન સેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોમ નં. એઇ-પ નિયત નમુનામાં રૂા.૩-૦૦ તથા પરવાનાની ફી રૂ.૨૦૦/- તેમજ પ્રોસેસ ફી રૂ.૬૦૦ નિયત સદરે ભરી સુચિત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી મામલતદારશ્રી હિંમતનગરની કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર ખાતે નિયત ફિ ભરી રજુ કરવાની રહશે. નગરપાલિકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી. આવી અરજી તા. ૧૮/૧૦/૨૦૨૩ સુધી કચેરી સમય દરમ્યાન રજુ કરવાની રહેશે.

ફટાકડા બજાર માટે સ્ટોલ સ્થાપવા, અગ્નિશામકની વ્યવસ્થા તથા સુરક્ષા વિષયક વ્યવસ્થા પરવાનેદારોએ સંગઠિતપણે જાતે ઉભી કરવાની રહેશે. સ્થાનિક નગરપાલિકા ભૂમિકા ફક્ત સ્થળે પાયાની સુવિધાઓ તથા જાહેર જનતા અવર જવર કરી શકે તેવા રસ્તા વગેરે ઉપલબ્ધ રાખવા પૂરતી રહેશે. એકથી વધુ પરવાના માટે એક જ અરજદાર અરજી કરી શકશે નહીં. જગ્યા પ્રમાણમાં અરજી વધુ રજુ થાય તો ડ્રો દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવશે તથા બાકીની અરજી રદ કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી તથા ડ્રો સીસ્ટમ માટે હંગામી સમિતિ રચવામાં આવશે. જેના અધ્યક્ષ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હિંમતનગર રહેશે. ડ્રો સિસ્ટમથી સ્ટોલ ફાળવણી પ્રક્રિયા મામલતદાર કચેરીમાં કરવામાં આવશે. ફટાકડા સ્ટોલ ના સમયે નગરપાલિકાએ નિયત કરેલ ફી ભર્યાની રસીદ રજુ કરવાથી સ્ટોલ આપવામાં આવશે. તમામ પ્રક્રિયા પરવાના મંજુર કરવા, વિતરણ કરવા અને સુચિત ફટાકડા બજાર માટેની જગ્યા સબંધે આખરી નિર્ણય તથા કોઈ અનિયમિતતા સબંધે કાર્યવાહી માટે આખરી સત્તા સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હિંમતનગર હસ્તક રહેશે.હંગામી પરવાનો સ્ટોલો માટે લેવાની થતી તમામ સંબંધિત ખાતા ની પરવાનગી મેળવી લેવાની રહેશે. એમ સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ની યાદીમાં જણાવાયું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!