ANANDANAND CITY / TALUKOUncategorized

આણંદ તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

આણંદ તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

 

 

 

આણંદ જિલ્લાના ૦૭ લાખ જેટલા બાળકોને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવશે

 

 

 

 

તાહિર મેમણ આણંદ – 12/01/2024- : તા.૧૫ ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવવામાં આવે છે.

 

બાળકને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નની ઉણપ થાય છે એટલે કે પાંડુ રોગ થાય છે.જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે.

 

આ બાબતને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા બાળકોને આપવામાં આવે છે.દર વર્ષે નેશનલ ડી વોર્મિંગ ડે ના રોજ ૦૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવાનું આયોજન કરવામાં આવે છે.

 

તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાના ૦૭ લાખ જેટલા બાળકોને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવશે. આ ઉપરાંત તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ મોપ – અપ રાઉન્ડનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!