ANANDANAND CITY / TALUKO

આણંદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતી કાલે યુનિવર્સિટીના વાર્ષિક પદવિદાન સમારોહ ઉપસ્થિત રહશે.

આણંદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતી કાલે યુનિવર્સિટીના વાર્ષિક પદવિદાન સમારોહ ઉપસ્થિત રહશે.

 

સરદાર પટેલ યુનિવર્સિટીના વાર્ષિક પદવિદાન સમારોહ કાર્યક્રમને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો*

 

 

તાહિર મેમણ : આણંદ – 15/12/2023- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ અન્ય મહાનુભાવઓ એ.પી.સી. સર્કલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાનાર સરદાર પટેલ યુનિવર્સિટીના વાર્ષિક પદવિદાન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઈ તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થનાર હોઈ ટ્રાફિક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તા.૧૬/૧૨/૨૦૨૩ ના સવારના ૧૧-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ કલાક સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવર-જવર બંધ કરવા તેમજ કેટલાક માર્ગોને ડાયવર્ઝન આપવા હુકમ ફરમાવ્યો છે.

 

જે અંતર્ગત આણંદ-સોજીત્રા રોડ પરના એલિકોન સર્કલ થી એ.પી.સી. સર્કલ સુધીના રોડ અને આણંદ-વિદ્યાનગર રોડ પરના એચ.એમ.પટેલ સ્ટેચ્યુથી હાર્ટ કિલર ગ્રાઉન્ડ સુધીના રોડ પર ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો અવર-જવર કરી શકશે નહી. આ ઉપરાંત વૈકલ્પિક માર્ગ આણંદ-વિદ્યાનગર રોડથી એલિકોન રોડ થઈ સોજીત્રા રોડ તરફ જતા તમામ વાહનો વિદ્યાનગર ભાઈકાકા ચોકડી થઈ જનતા ચોકડી તરફ જઈ શકશે, આણંદ-વિદ્યાનગર રોડથી એલિકોન રોડ થઈ એ.પી.સી. સર્કલ તરફ આવતા વાહનો આણંદ-સોજીત્રા રોડ થઈ જનતા ચોકડી થઈ વિદ્યાનગર ભાઈકાકા ચોકડી તરફ જઈ શકશે, આણંદ-વિદ્યાનગર રોડથી એચ.એમ.પટેલ સ્ટેચ્યુથી હાર્ટ કિલર ગ્રાઉન્ડ તરફ જતા વાહનો ગોલ્ડ સિનેમા સામેના રસ્તાથી માંગલિક પાર્ટી પ્લોટ વાળા રસ્તા તરફ જઈ શકશે તથા આણંદ-વિદ્યાનગર રોડથી હાર્ટ કિલર ગ્રાઉન્ડ તરફથી એચ.એમ.પટેલ સ્ટેચ્યુ તરફ આવતા વાહનો માંગલિક પાર્ટી પ્લોટથી ગોલ્ડ સિનેમા તરફના રસ્તાથી આણંદ-વિદ્યાનગર રોડ તરફના રસ્તા પર થઈ શકશે.

 

આ હુકમ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડના વાહનો તથા ઈમરજન્સી સેવાઓ સાથે સંલગ્ન વાહનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!