GUJARATNAVSARI

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત રાજકિય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની  ફાળવણી કરવામાં આવી.ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જે અનવ્યે નવસારી જિલ્લામાં કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી હાથ ધરાઇ હતી.

અત્રે નોંધનિય છે કે,  ૧૭૪ જલાલપોર મતવિસ્તાર માટે ૩૦૭ બેલેટ યુનિટ, ૩૦૭ કંટ્રોલ યુનિટ, ૩૩૨ વીવીપેટની ફાળવણી, ૧૭૫ નવસારી મતવિસ્તાર માટે ૩૧૦ બેલેટ યુનિટ, ૩૧૦ કંટ્રોલ યુનિટ, ૩૩૪ વીવીપેટ, ૧૭૬ ગણદેવી(એસ.ટી) મતવિસ્તાર માટે ૩૭૬ બેલેટ યુનિટ, ૩૭૬ કંટ્રોલ યુનિટ, ૪૦૬ વીવીપેટની ફાળવણી તથા ૧૭૭ વાંસદા (એસ.ટી) મતવિસ્તાર માટે ૪૦૧ બેલેટ યુનિટ, ૪૦૧ કંટ્રોલ યુનિટ, અને ૪૩૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. આમ, નવસારી જિલ્લાની ૦૪ વિધાનસભાઓ માટે ૧૩૯૪ બેલેટ યુનિટ, ૧૩૯૪ કંટ્રોલ યુનિટ અને ૧૫૦૫ વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી ઉપસ્થિતિમાં વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪*૭ સીસીટીવીની નજરમાં સંગ્રહ કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!